રહસ્ય અને રોમાંચથી ભરેલો અનોખો બુકસ્ટોર મિયાનહુઆ ટિયાંકેંગ

Saturday 02nd August 2025 07:46 EDT
 
 

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે. આ બુકસ્ટોર કોઇ સામાન્ય પુસ્તકાલય જેવો નથી, પણ એક પહાડીની ધાર પર સાકાર થયેલો એક રોમાંચક અનુભવ છે. તેની એક તરફ, નીચે નજર કરતાં જ રુવાડાં ઉભા થઇ જાય તેવી સેંકડો મીટર ઊંડી અને વિશાળ રહસ્યમયી ખીણ ટિયાંકેંગ છે તો બીજી તરફ જ્ઞાન - કલ્પના અને સંસ્કૃતિના વૈવિધ્યથી સમૃદ્ધ પુસ્તકોના વ્યવસ્થિત ગોઠવાયેલા કબાટ નજરે પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter