રાવલપિંડીમાં કૃષ્ણ મંદિરનો જિર્ણોદ્ધાર પાક. સરકાર દ્વારા રૂ. બે કરોડની ફાળવણી

Wednesday 23rd May 2018 08:55 EDT
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીના કૃષ્ણ મંદિરના જિર્ણોદ્ધાર માટે રૂ. ૨ કરોડ જારી કર્યા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, આ રકમ મંદિરને પૂજા પાઠ અને હિન્દુ તહેવારો માટે અનુરૂપ બનાવવા ફાળવાઈ છે.પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં આ એક જ કૃષ્ણ મંદિર છે, જ્યાં નિયમિત પૂજા થાય છે. સવારે અને સાંજે બંને સમયે નિયમિત પૂજા થાય છે. તેમાં ૬થી ૭ લોકો હોય છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, ઈવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે સરકારે પંજાબ એસેમ્બ્લીના સભ્યોની માગણી પછી ૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંકમાં જ તેમાં કામ શરૂ થઈ જશે. તેના માટે ટીમ નિરીક્ષણ પણ કરી ચૂકી છે. કોઈ રીતે કામ થવાનું છે એ પણ નક્કી થઈ ગયું છે. જે જગ્યાએ નવું નિર્માણ થશે, તે બંધ રાખવામાં આવશે. જેવું મંદિરમાં કામ પુરું થશે કે લોકોનું આગમન થવા લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter