કેનેડાના ઓન્ટેરિયો સ્થિત રોયલ બોટેનિકલ ગાર્ડન્સમાં હાલના દિવસોમાં ‘ફલોરલ શોકેસ: બ્લૂમલેન્ડ ઇન ઓઝ’ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સુપ્રસિદ્ધ નોવેલ ‘ધ વંડરફુલ વિઝાર્ડ ઓફ ઓઝ’ની કથાઓથી પ્રેરિત આ પ્રદર્શન આગામી છ એપ્રિલ સુધી ચાલશે. આ શોકેસમાં હજ્જારો રંગબેરંગી ફૂલોના માધ્યમથી પુસ્તકના કાલ્પનિક દૃશ્યો તથા પાત્રોને જીવંત કરાયાં છે. મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ તથા પરિવારો આ અદભૂત ફુલોની કલાકૃતિઓને નિહાળવા અને તેને કેમેરામાં કંડારવા પહોંચી રહ્યા છે.


