લક્ઝુરિયસ કાર સાથેનું કાર્ગો શિપ આખરે દરિયામાં ડૂબ્યું

Friday 11th March 2022 06:05 EST
 
 

ન્યૂ યોર્કઃ લક્ઝુરિયસ કારનો જથ્થો લઇને કાર્ગો જહાજ આખરે બીજી માર્ચે એટલાંટિક સમુદ્રમાં ગરકાવ થઇ ગયું. આ દુર્ઘટનાથી આશરે 1100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. પોર્શે, લેમ્બોર્ગિની, બેન્ટલી જેવી લક્ઝુરિયસ કારનો કાફલો લઇને જર્મનીથી યુએસ જતાં ફેલિસિટી-એસ નામના શિપમાં 16 જાન્યુઆરીએ પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જહાજમાં ફોક્સવેગન કંપનીની જ ૪૦૦૦ કાર હતી. કેપ્ટનના જણાવ્યા પ્રમાણે, જહાજમાં ઇલેક્ટ્રિક અને નોન-ઇલેક્ટ્રિક કાર હતી, જેમાંથી એક ઇલેક્ટ્રિક કારની લિથિયમ બેટરીમાં આગ લાગી અને તે જોતજોતામાં જહાજમાં ફેલાઇ ગઇ. જહાજમાં કેપ્ટન સહિત ૨૨ ક્રૂ મેમ્બર્સ હતા, જેમને સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવાતા જાનહાની તો નથી, પણ આર્થિક નુકસાન બહુ મોટું થયું છે. આગ બૂઝાવીને જહાજ બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter