લાખેણો આઈસક્રીમ

Sunday 27th April 2025 06:15 EDT
 
 

ગરમીના આગમન સાથે જ જુદી જુદી ફ્લેવરના આઈસક્રીમની ડિમાન્ડ વધી જાય છે, પણ આ આઇસ્ક્રીમની વાત અલગ છે. જાપાનના ‘બાયકુયા’ નામના  આઈસક્રીમે વિશ્વના સૌથી મોંઘા આઇસક્રીમનું બિરુદ મેળવ્યું છે. સેલાટો નામની કંપની દ્વારા બનાવાતા આઈસક્રીમની કિંમત છે રૂ. 5.80 લાખ. આ આઈસક્રીમની આટલી ઊંચી કિંમતનું કારણ છે તેમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓ. ઈટાલીના આલ્બામાંથી રૂ. 13 લાખ પ્રતિ કિલોના ભાવની દુર્લભ વ્હાઈટ ટ્રફલ્સને ઈમ્પોર્ટ કરાય છે. આ સિવાય એડિબલ ગોલ્ડ લીફ, પરમિગિઆનો રેગિઆનો ચીઝ અને સેક લીસ પણ બેસ્ટ ક્વોલિટીના ઉપયોગમાં લેવાય છે. શેફ તાદાયોશી યામાદાએ દોઢ વર્ષની જહેમતના અંતે આ આઈસક્રીમ તૈયાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter