ટોરન્ટો: લોરેન્સ ગેંગે ફરી એક વાર કેનેડામાં આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડામાં ત્રણ સ્થળોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર હરીફ ગેંગના સભ્યના છુપાવાના સ્થળે કરવામાં આવ્યા હતા. ગોળીબારના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં શૂટર્સ અદ્યતન હથિયારોથી ધડાધડ ગોળીબાર કરતા દેખાય છે. લોરેન્સ ગેંગના એક સભ્યે ગોળીબારની જવાબદારી સ્વીકારી છે અને ગોળીબાર પાછળનું કારણ સમજાવ્યું છે. લોરેન્સ ગેંગના સભ્ય ફત્તેહ પોર્ટુગલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી ટેસી નામનો વ્યક્તિ તેની ગેંગના નામે લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તેણે અત્યાર સુધીમાં લોરેન્સ ગેંગના નામે 50 લાખ રૂપિયા એકઠા કર્યા છે.