લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ ગોલ્ડી ભારત-અમેરિકા બાદ હવે કેનેડામાં પણ મોસ્ટ વોન્ટેડ

(કેનેડા કોર્નર)

Wednesday 25th November 2026 06:13 EST
 
 

નવી દિલ્હી: ગેંગસ્ટેર લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ સાગરિત 32 વર્ષનો ગોલ્ડી બરાર હવે કેનેડામાં દોઢ કરોડનો ઈનામી આરોપી જાહેર થયો છે. અમેરિકા અને ભારત અગાઉ ગોલ્ડી બરારના માથા સાટે ઈનામ જાહેર કર્યા છે.
ગોલ્ડી 2017થી કેનેડામાં છુપાયો હોવાની શક્યતા છે. કેનેડાની સરકારે તેના પર ઈનામ જાહેર કર્યું હોવાથી તેને પકડવાનું આસાન બનશે એવી ધારણા છે. કેનેડાએ ગોલ્ડી ઉપરાંત બીજા બે આરોપીઓને પણ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલો અને બિશ્નોઈનો વિશ્વાસુ ગણાતો ગોલ્ડી બરાર ભારત અને અમેરિકામાં મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. હવે કેનેડાએ પણ તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવાની સાથે સાથે ભારતીય ચલણમાં દોઢ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જે કોઈ ગોલ્ડી બરારની જાણકારી પોલીસને આપશે તેને આ ઈનામ મળશે.
ગોલ્ડી, સામે કેનેડાના વિનિપેગમાં 39 વર્ષના સુખદૂલ સિંહ ગિલની હત્યાનો આરોપ છે. ગોલ્ડી ઉપરાંત કેનેડાની પોલીસે પેડરામ રાબી અને મનપ્રીત સિંહ નામના બે આરોપીને પણ વોન્ટેડ જાહેર કર્યા છે.
ગોલ્ડી પર યુએસમાં રૂ. 9.27 કરોડનું ઇનામ
અમેરિકાની એજન્સી એફબીઆઈએ પણ ગયા સપ્ટેમ્બરમાં જ ગોલ્ડી બરારને મોસ્ટ વોન્ટેડ જાહેર કરીને તેના પર ઈનામ જાહેર કર્યું છે. એફબીઆઈએ કહ્યું હતું કે 32 વર્ષનો સતિન્દર જીત સિંહ ઉર્ફે ગોલ્ડી એજન્સીનો 543મો વોન્ટેડ છે. અમેરિકામાં ગોલ્ડી પર ખંડણી વસૂલવી, લૂંટ, વેપારમાં અવરોધ ખડો કરવો જેવા આરોપો છે. એફબીઆઈએ કહ્યું છે કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની ધરપકડ ન થાય ત્યાં સુધી તેનો પીછો ચાલુ રહેશે. એવરિષ્ઠ અધિકારી પેટ્રિક ગ્રેન્ડીએ કહ્યું કે, ગોલ્ડી પર હિંસક ગુનાના આરોપ છે. તેને સપ્ટેમ્બરમાં એફબીઆઈની 10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ કરાયો હતો. તેની ધરપકડમાં મદદ કરવા બદલ 10 લાખ ડોલર (આશરે રૂ. 9.27 કરોડ) સુધીનું ઇનામ છે. ગોલ્ડી પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું અમેરિકા-કેનેડામાં નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ આરોપી છે. ભારતે 2024 માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter