વિયેતનામમાં આવેલું અગરબત્તીનું અનોખું ગામડું

Saturday 20th April 2024 12:12 EDT
 
 

વિયેતનામની રાજધાની હેનોઈની દક્ષિણે આવેલું ગામ તેની આગવી સુગંધ અને ઈન્સ્ટાગ્રામેબલ દેખાવને કારણે સહેલાણીઓમાં બહુ પ્રચલિત છે. આ ગામમાં દેશ-વિદેશથી લોકો ખેંચાઈ આવે છે, અને તેનું કારણ છે ગામની આગવી ઓળખ. આ ગામ અગરબત્તીઓના ગામ તરીકે ઓળખાય છે. આ ગામને દૂરથી જોતાં પહેલી નજરે એવું જ લાગે કે જાણે ફુલોના ગુલદસ્તાઓ ખેતરોમાં મૂક્યા હોય. દાંગ થી હો નામના આ નાનકડા ગામડામાં અગરબત્તીઓનું મોટું માર્કેટ આવેલું છે. મોટાભાગે અહીં લાલચટક અથવા ગુલાબી રંગની અગરબત્તીઓને વિયેતનામના નવા વર્ષની ઉજવણી પહેલા મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. આ ધૂપ માટે પ્રખ્યાત બનેલા ગામડામાં પીળા, વાદળી અને લીલા રંગની અગરબત્તીઓ પણ હવેથી બનવા માંડી છે. આ ગામ હવે ટુરિસ્ટ હોટસ્પોટ બની ગયું છે. પ્રવાસીઓ અહીં નજીવી કિંમત ચુકવીને આ નોખા-અનોખા ગામમાં સમય ગાળવા સાથે સેલ્ફી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter