વિશ્વના સૌપ્રથમ ફાઈવ જી નેટવર્કની શરૂઆત શાંઘાઈમાં

Thursday 04th April 2019 08:36 EDT
 

બેઈજિંગઃ વિશ્વમાં સૌપ્રથમ ફાઈવ જી કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબાઈટ નેટવર્ક ધરાવતા ડિસ્ટ્રિક્ટ બનવાનો દાવો શાંઘાઈએ શનિવારે કર્યો હતો. ફાઈવ જી આગામી જનરેશનની ટેકનોલોજી છે જે ફોર જીની સરખામણીએ ૧૦થી ૧૦૦ ગણી વધારે ડાઉનલોડ સ્પીડ આપે છે. ચીન ફાઈવ જી બાબતે અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોથી આગળ નીકળવા સતત પ્રયાસ કરી રહ્યું છે.

ચીનના સરકારી અખબાર ચાઈના ડેઈલીના એક અહેવાલ અનુસાર શાંઘાઈએ ફાઈવ જી કવરેજ અને બ્રોડબેન્ડ ગીગાબાઈટ નેટવર્ ધરાવતા વિશ્વના સૌપ્રથમ ડિસ્ટ્રિક્ટ બનવાનો દાવો કર્યો છે. ફાઈવ જી નેટવર્કના પરીક્ષણને ચીનની ટેલિકોમ્યુનિકેશન્સ કંપની ચાઈના મોબાઈલે ટેકો આપ્યો હતો. ફાઈવ જીનો શુભારંભ શનિવારે શાંઘાઈના હોંગકોંગમાં કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter