વિશ્વની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ રૂ. ૭૬ કરોડમાં વેચાઇ

Wednesday 05th May 2021 01:43 EDT
 
 

દુબઈઃ નંબર પ્લેટોની હરાજીના કાર્યક્રમમાં આ નંબર પ્લેટ ઉપરાંત અન્ય નંબર પ્લેટોની પણ હરાજી કરવામાં આવી હતી. દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલના ચેરમેન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ ગ્લોબલ ઇનિશિએટિવ્સએ દુબઇમાં સડક અને પરિવહન ઓથોરિટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ જેવો મોબાઇલ નંબર ૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. આ આયોજનમાં હરાજીથી મળેલ રકમનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિનામાં ૩૦ દેશોની વ્યકિતઓ અને પરિવારો માટે પાર્સલ સ્વરૂપે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરાશે. હરાજી શરૂ થતા જ બે દાનવીરો દ્વારા ૫,૫૦,૦૦૦ દિરહામ દાનમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ફકત ૧૦ જ દિવસમાં ૧,૮૫,૦૦૦ દાતાઓની મદદથી કુલ ૧૦ કરોડ દિરહમ એકત્ર કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter