વિશ્વના સૌથી જૂના અને વૈભવી ફ્રેન્ચ વિલાનો ૨૦ કરોડ પાઉન્ડમાં સોદો થયો

Sunday 08th September 2019 13:25 EDT
 
 

પેરિસઃ એક સમયે વિશ્વની સૌથી મોંઘી ઈમારત મનાતી લક્ઝરી ફ્રેન્ચ વિલા ૨૦ કરોડ પાઉન્ડમાં વેચાઈ ગઈ છે. જોકે આટલી ઊંચી કિંમતના સોદા છતાં વિલાને જે કિંમતે વેચવા મૂકી હતી તેના કરતાં ૧૫ કરોડ પાઉન્ડ ઓછા જ મળ્યા છે. ફ્રેન્ચ રિવેરા ખાતે સેન્ટ જિન કેમ્પ પેરાટ વિસ્તારમાં આવેલી ૧૪ બેડરૂમ ધરાવતી આ ઇમારતની માલિકી હાલમાં ઇટાલી સ્થિત આલ્કોહોલ કંપની કેમ્પારી ધરાવે છે. આ કંપની ડાર્ક ઓરેન્જ લિકરનું નિર્માણ કરે છે. મારિનર – લેપોસ્ટલ પરિવારના કેટલાક સભ્યો હજી પણ વિલામાં વસી રહ્યા છે.
ફ્રેન્ચ વિલાનો બેઠક ખંડ ૧૯મી સદીના તેલચિત્રોથી સજાવવામાં આવેલો છે. વિલાના ફાયર પ્લેસ આસપાસ પણ આકર્ષક કોતરણી થયેલી છે. રાચરચીલું ક્લાસિક છે. કેમ્પારી કંપનીએ વિલા ખરીદ કર્યા પછી તરત જ વર્ષ ૨૦૧૬માં ૩૫ કરોડ પાઉન્ડમાં વેચવા મૂકી હતી.

૧૮૩૦માં બંધાઈ હતી વિલા
બેલ્જિયમના રાજવી લિયોપોલ્ડની આ ૨૦૦ વર્ષ જૂની વિલા લાસ કેડ્રેસનું નિર્માણ ૧૮૩૦માં થયું હતું. ૧૪ હેક્ટર વિસ્તારમાં પથરાયેલી આ વિલામાં બોટનિકલ ગાર્ડન પણ હતો. જેની સાચવણી એક સદી સુધી થતી રહી હતી. આર્મચેર, ટેબલ સહિતનું રાચરચીલું નમૂનેદાર છે. બેઠક ખંડ ૧૯મી સદીમાં તૈયાર થયેલા તૈલચિત્રોથી મઢેલો છે. ખાનગી સ્વિમિંગ પૂલની આસપાસ પણ આ વિષવૃત્તીય પ્રદેશના છોડ પામ ટી પથરાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter