વિશ્વની સૌથી પ્રાચીન બેંકિંગ પ્રણાલી

Saturday 01st July 2023 12:54 EDT
 
 

વિશ્વની સૌથી પ્રાચીન બેંકિંગ સિસ્ટમ કેવી હોય તે સમજવું હોય તો પહેલાં તસવીર પર નજર ફેરવો અને પછી આગળ વાંચો... માનવ ઇતિહાસના સૌથી પ્રાચીન સામુહિક અન્ન ભંડાર દક્ષિણ મોરક્કોમાં મળી આવ્યા છે. આમાંથી કેટલાક તો છેક દસમી સદીના છે. આને ‘ઇગુદર’ કહેવામાં આવે છે. આ સામૂહિક અન્ન ભંડારમાં અનાજની સાથે કિંમતી જરઝવેરાત,  શસ્ત્રો અને કાનૂની દસ્તાવેજો પણ રાખવામાં આવતા હતા. ‘ઇગુદર’ તરીકે ઓળખાતા આ અન્ન ભંડારને બેંકિંગ સિસ્ટમનું સૌથી પ્રાચીન સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ મોરોક્કોમાં વસતા અમાઝી જનજાતિના લોકો કરતા હતા. અમાઝી સમુદાયના લોકો તેનું સંચાલન પણ બહુ વ્યવસ્થિત કરતા હતા. ક્યો સામાન કે ચીજવસ્તુ કોની છે તે ઓળખવા માટે બોર્ડ પણ લગાવાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter