વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ

Sunday 01st December 2019 05:10 EST
 
 

સ્વિત્ઝરલેન્ડની ઘડિયાળ ઉત્પાદક કંપની પાટેક ફિલિપે એક ખાસ ઘડિયાળ તૈયાર કરી હતી. ‘ધ  ઓન્લી વન’ લખેલી આ ઘડિયાળનો એક જ નંગ તૈયાર કરાયો હતો. જેની હરાજી થતાં ૩.૧ કરોડ ડોલર એટલે કે રૂપિયા ૨૨૩ કરોડ ઉપજ્યા છે. આ સાથે જ આ ઘડિયાળ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ઘડિયાળ બની છે. ઘડિયાળના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ચેરિટી માટે કરવાનો છે. શરીરને જકડી લેતા ખાસ પ્રકારના અને ડીએમડીના ટૂંકા નામે ઓળખાતા રોગની સારવાર શોધવા પાછળ આ રકમ ખર્ચાશે.




to the free, weekly Gujarat Samachar email newsletter