પર્થઃ સમગ્ર વિશ્વમાં ૧૧ સંતાનો અને ૫૪ અન્ય વંશજો ધરાવતા વિશ્વની સૌથી વૃદ્ધ વાંદરી ઉરાંગુટાંગ સમુરાટનનું ઓસ્ટ્રેલિયાએક પ્રાણી સંગ્રહાલયમાં અવસાન થયું હતું. ઇન્ડોનેશિયન લેડી પુઆનનું પર્થના પ્રાણી સંગ્રહાલયમાં અવસાન થયું હતું. જ્યાં તે ૧૯૬૮માં મલેશિયાથી ભેટ તરીકે લાવવામાં આવી ત્યારથી જ રહેતી હતી. તેણે પર્થ ઝુમાં કોલોની માટે અને તેના વંશજોના અસ્તિત્વ માટે ઘણું કર્યું હતું. એમ સુપરવાઈઝર હોલી થોમ્પ્સને કહ્યું હતું.
‘અમારી કોલોનીની સૌથી વૃદ્ધ સભ્ય હોવા ઉપરાંત તે અમારા વંશ ઉછેર કાર્યક્રમની સ્થાપક સભ્ય હતી ને પાછળ અનેક ઔલાદો મુકતી ગઈ છે. પુઆનના ૧૧ સંતાનો અને અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, તેમજ સુમાત્રાના જંગલોમાં કુલ ૫૪ વંશજો છે.
તેનો પૌત્ર ન્યારૂ જંગલોમાં છૂટો કરાયેલો છેલ્લો વંશજ હતો. ૧૯૫૬માં જન્મેલી પુઆન વિશ્વની સૌથી વૃદ્ધ ઉરાંગુટાંગ હોવાનું ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં કહેવામાં આવ્યું છે.


