વિશ્વનું સૌથી નાનું પ્રિન્ટેડ પુસ્તક ‘ટાઇની ટેડ ફ્રોર્મ ટુનિપ ટાઉન’ છે, જેને 2007માં કેનેડાની સાઇમન ફ્રેઝર યુનિવર્સિટીની નેનો ઇમેજિંગ લેબમાં બનાવાયું છે. તેની લંબાઇ માત્રને માત્ર 0.70 મીમી અને પહોળાઇ 0.10 મીમી છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે માનવ વાળ કરતાં પણ પાતળું છે. આ પુસ્તકની માત્ર 100 નકલો જ બની છે, અને તેની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે. પુસ્તકની સ્ટોરી મેલ્કસ ડગ્લાસ ચેપ્લિને લખી હતી અને તેના ભાઇ રોબર્ટ ચેપ્લિને પ્રકાશિત કરી હતી. સ્ટોરી ટાઇની ટેડ નામના નાના માણસ વિશે છે, જે વાર્ષિક સલગમ ઉગાડવાની હરીફાઈ જીતે છે. પુસ્તક બનાવવા માટે 30 માઈક્રો ટેબ્લેટ કોતરવામાં આવી હતી. તેને વાંચવા માટે સ્કેનિંગ ઈલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર છે. આ પુસ્તકનું ગિનીસ બુકમાં પણ નોંધાયેલું છે.