વિશ્વનું સૌપ્રથમ ઇકો-ફ્રેન્ડલી ફ્લોટિંગ હાઉસ

Saturday 05th June 2021 08:06 EDT
 
 

યુએઇના દુબઇમાં વિશ્વનું સૌપ્રથમ ઇકો-ફ્રેન્ડલી ફ્લોટિંગ હાઉસ ‘નેપ્ચૂન’ બનાવાયું છે, જે એક હરતું-ફરતું ઘર છે. તે દરિયાની લહેર પર તરતું રહેશે અને તેને એક સ્થળેથી બીજા સ્થળે મૂવ પણ કરી શકાશે. ૯૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા બે માળના આ અનોખા ફ્લોટિંગ હાઉસમાં લિવિંગ રૂમ, ગ્લાસ સ્વિમિંગ પુલ, વોશરૂમ સહિત ૪ બેડરૂમ, બાલ્કની, કિચન અને બે સર્વન્ટ રૂમ સહિત એક નિવાસસ્થાનમાં હોવી જોઇએ તે બધી જ સગવડ - સાધનસુવિધા છે. ‘નેપ્ચ્યૂન’નું આ પહેલું યુનિટ દુબઇમાં વસતાં ભારતીય ઉદ્યોગપતિ બલવિન્દર સાહનીએ ૪૦ કરોડ રૂપિયામાં ખરીદયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter