વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો ટાપુ ડૂબવાના આરે

Saturday 02nd December 2023 05:14 EST
 
 

આ તસવીર કેરેબિયન સમુદ્રમાં કોલંબિયાના એક નાનકડા ટાપુ સાન્ટા ક્રૂઝ ડેલ ઈસ્લોટની છે. ‘વિશ્વમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા ટાપુ’ તરીકે ઓળખાતા આ ટાપુ પર 1997થી 115 જેટલા મકાનોમાં 45 પરિવારોનો કાયમી વસવાટ છે. ચારેતરફ સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે. દરિયાની સપાટી સતત વધી રહી હોવાથી આ ટાપુ ડૂબી જવાનું જોખમ છે. વર્ષ 2023ના એવોર્ડ વિજેતા બેસ્ટ ફોટોમાં સામેલ આ તસવીર ફોટોગ્રાફર લીઓ સેસ્ટિયરે કેમેરામાં કેદ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter