રોમ: વિશ્વભરમાં સેંકડો બિલિયોનેર વસે રહે છે, પરંતુ આજે આપણે એક અનોખા બિલિયોનેરની વાત કરવાની છે. આ કોઇ માણસ નથી પણ એક શ્વાન છે. આપણે વાત કરી રહ્યા છીએ ઇટાલીના જર્મન શેફર્ડ નસલના ગંથર-6 નામના કૂતરાની. ગંથર-6 વિશ્વનો સૌથી ધનિક કૂતરો છે, તે 3,356 કરોડ રૂપિયાની અધધધ સંપત્તિનો માલિક છે. વાસ્તવમાં વર્ષ 1992માં કાઉન્ટેસ કોર્લોટા લેબેન્સ્ટીન નામની એક ધનિક મહિલાના એકમાત્ર દીકરાનું અચાનક મૃત્યુ થતાં તેણે પોતાની રૂ. 670 કરોડની સંપત્તિ તેના પ્રિય પાલતુ કૂતરા ગંથર-૩ના નામે કરી નાખી હતી. તેણે આ સંપત્તિની દેખરેખ માટેની જવાબદારી મૌરિજિયો મિયાં નામની વ્યક્તિને સોંપી હતી.
આ સંપત્તિનું છેલ્લાં 30 વર્ષમાં અલગ-અલગ જગ્યાએ મૂડીરોકાણ કરવાના કારણે ગંથરની સંપત્તિ વધીને રૂ. 3,300 કરોડથી વધુ થઇ ગઈ છે. ગંથર-3નો વંશજ છે ગંથર-6. વિશ્વના સૌથી ધનિક માનવામાં આવી રહેલા ગંથર-6ના જીવન ઉપર નેટફ્લિક્સે ‘ગથર મિલિયન્સ’ નામની ડોક્યુમેન્ટ્રી સીરિઝ પણ બનાવી છે.
આ ડોગે એક પ્રખ્યાત પોપ મ્યુઝિક અને પિસા સ્પોર્ટિંગ કલબ પણ ખરીદી છે. ગંથર-6ની વૈભવી જીવનશૈલી અને સંપત્તિ લોકોને આશ્ચર્યચકિત કરે છે. અને જો આવું ના થાય તો જ નવાઇ!