વિશ્વમાં પહેલીવાર... જાપાને ગાયના ગોબરના ફ્યુલથી રોકેટ લોન્ચ કર્યું

Wednesday 27th December 2023 07:43 EST
 
 

ટોક્યો: જાપાને ગાયના ગોબરમાંથી બનેલા ફ્યુલનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. દુનિયામાં પ્રથમ વખત પ્રોટોટાઇપ રોકેટ એન્જિનને ગાયના ગોબરમાંથી બનેલા બાયોમીથેન ગેસથી લોન્ચ કરાયું છે. જાપાનની ટોચની કંપની ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીના સીઇઓ તાકાહિરો ઇનાગાવાએ કહ્યું છે કે ગાયના ગોબરથી બનેલુ આ ઇંધણ ખુબ સસ્તુ છે. તેઓ કહે છે કે સમગ્ર દુનિયામાં આનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અમે આવા પ્રયોગ કરનાર પ્રથમ ખાનગી કારોબારી છીએ. જાપાની વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ગાયના ગોબરથી બનેલું આ ફ્યુલ ઉંચી ગુણવત્તા ધરાવે છે. ટુંક સમયમાં જ આ ઇંધણનો ઉપયોગ અંતરિક્ષમાં રોકેટ મોકલવા માટે કરવામાં આવશે.
કંપનીએ માહિતી આપતા કહ્યું છે કે જાન્યુઆરીમાં વધુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે. વિશ્વના દેશો સસ્તા ઇંધણને લઇને સતત સંશોધન કરી રહ્યા છે ત્યારે જાપાને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઇંધણની ગુણવત્તાને લઇને પણ જાપાને વાત કરીને તેની પ્રાથમિકતા રજૂ કરી છે. ગાયના ગોબરથી બનેલા બાયોમીથેન ગેસનો ઉપયોગ અન્ય રોકેટ લોન્ચ માટે પણ કરવાની તૈયારી જાપાને હાથ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter