વિશ્વમાં હિંદુઓ સૌથી ઓછા શિક્ષિત: પ્યૂનો રિપોર્ટ

Wednesday 21st December 2016 08:36 EST
 

વોશિંગ્ટનઃ ‘પ્યૂ’ના એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે હાલના દાયકામાં અનેક શૈક્ષણિક ઉપલબ્ધિઓ હાંસલ કરવા છતાં દુનિયાના મોટા ધાર્મિક સમુદાયોમાંથી હિંદુઓમાં શિક્ષણપ્રાપ્તિનું સ્તર સૌથી નીચું છે. અભ્યાસમાં સૌથી યુવા પેઢીમાં હિંદુ પુખ્તો (૨૫ વર્ષ કે તેથી વધુ વયના) લોકોનું વિશ્લેષણ થયું છે. હિંદુઓમાં શિક્ષણ પ્રાપ્તિનું સ્તર કોઈપણ અન્ય મોટા ધાર્મિક સમૂહની તુલનામાં અત્યાર સુધી સૌથી ઓછું છે. આ મામલે યહૂદીઓ ટોચ પર છે. વૈશ્વિક સ્તર પર સરેરાશ ૫.૬ વર્ષ સ્કુલિંગ છે અને ૪૧ ટકા હિંદુઓ પાસે કોઈ પ્રકારનું ઔપચારિક શિક્ષણ નથી.

દસમાંથી એક પાસે માધ્યમિક સ્તરથી ઉપરની ડિગ્રી છે. તમામ પેઢીઓમાં હિંદુ મહિલાઓ વધુ શિક્ષિત હોવા છતાં હિંદુઓમાં કોઈ અન્ય ધાર્મિક સમૂહની તુલનામાં અત્યાર સુધીનો સૌથી મોટો શૈક્ષણિક લૈંગિક તફાવત છે. પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા જારી રિપોર્ટનું શીર્ષક ‘રિલીજન એન્ડ એજ્યુકેશન અરાઉન્ડ ધ વર્લ્ડ એટ લાર્જ’ છે. આ રિપોર્ટ ૧૬૦ પાનાનો છે. તેમાં કહેવાયું છે કે દુનિયાભરમાં મુસ્લિમ મહિલાઓમાં સ્કુલિંગની સરેરાશ ૪.૯ વર્ષ છે જ્યારે મુસ્લિમ પુરુષોમાં તે ૬.૪ વર્ષ છે. જ્યારે હિંદુ મહિલાઓમાં સરેરાશ સ્કુલિંગ ૪.૨ વર્ષ છે જ્યારે હિંદુ પુરુષોમાં તે ૬.૯ વર્ષ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter