વોશિંગ્ટનઃ ઇઝરાયલ દ્વારા ગાઝા પર સતત થઇ રહેલા હુમલાઓ વચ્ચે પાટનગર વોશિંગ્ટનમાં ગયા બુધવારે મોટી ઘટના સર્જાઇ ગઈ. યહુદી મ્યુઝિયમની બહાર યોજાયેલા એક યહુદી કાર્યક્રમ દરમિયાન ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીની ગોળી મારીને હત્યા કરી નંખાઇ હતી. આ પ્રેમી યુગલ ટૂંક સમયમાં જ સગાઈ કરવાનું હતું. અમેરિકામાં ઇઝરાયલના રાજદૂત યેચિએલ લીટરે કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ યહૂદી સંગ્રહાલય નજીક જેમને ગોળી મરાઇ છે તે પ્રેમીયુગલ હતું. બંને ટૂંક સમયમાં જ સગાઇ કરવાના હતા.