શાંઘાઈઃ જેક માના એન્ટ જૂથનું ફર્સ્ટ-ડે ટ્રેડિંગ સસ્પેન્ડ

Tuesday 10th November 2020 16:20 EST
 

શાંઘાઇઃ ચીનના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે એન્ટ જૂથનું ફર્સ્ટ-ડે ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હોવાનું ચોથી નવેમ્બરે જાહેર કર્યું હતું. એન્ટ જૂથના અધિકારીઓ સાથે નિયમનકારોની બેઠક બાદ શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જે આ નિર્ણય કર્યો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. એન્ટ જૂથને ઈશ્યૂ કરવામાં આવેલ નિવેદનમાં સ્ટોક માર્કેટ ઓપરેટરે જણાવ્યું હતું કે, ઈશ્યૂ અને લિસ્ટિંગની શરતોને પૂર્ણ કરવામાં અથવા માહિતી જાહેર કરવાની જરૂરિયાત પર કંપની નિષ્ફળ ગઈ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે એન્ટ જૂથ વિશ્વભરના પ્રખ્યાત જૂથમાંથી એક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter