શિકાગોમાં ભારતીય સમુદાયે ઉજવ્યો સ્વંત્રતા દિવસ

Thursday 18th August 2022 06:57 EDT
 
 

અમેરિકાના શિકાગોમાં પણ ભારતીય સમુદાય સ્વતંત્રતા દિવસની ઉમંગભેર ઉજવણી થઇ હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (એફઆઇએ) દ્વારા શહેરના ડેવોન એવેન્યુ ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પ્રારંભ કર્યો હતો. શિકાગોના 86 વર્ષીય રહેવાસી મોહનકાકા અને મીસ અન્ડિયા વર્લ્ડ વાઈડ 2022, ખુશી પટેલે કાર્યક્રમના ભાગરૂપે આયોજીત ત્રિરંગા પરેડનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે ધ્વજ વંદન કરવાની સાથે રાષ્ટ્રગીતનું ગાયન પણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter