શ્રીલંકા ચૂંટણીમાં રાજપક્ષેની જીત

Monday 10th August 2020 16:12 EDT
 

કોલંબો: શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે કુટુંબના રાજકીય પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)નો ૭મી ઓગસ્ટે ભવ્ય વિજય થયો છે. કુલ ૨૨૫ બેઠકમાંથી એસએલપીપીને ૧૪૫ બેઠક પર વિજય મળ્યો છે. સહયોગી પક્ષો સાથે તેણે કુલ ૧૫૦ બેઠકો મેળવી છે. બહુમતી માટે ૧૧૨ બેઠકો પ્રાપ્ત કરવી જરૂરી છે. આ પરિણામો પછી મહિંદા રાજપક્ષે વડા પ્રધાન પદે ચાલુ રહેશે તે નક્કી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter