શ્રીલંકામાં સિંગાપોરના રાજદૂત ભારતવંશી

Friday 29th May 2015 07:11 EDT
 
 

સિંગાપોરઃ સિંગાપોર સરકારે શ્રીલંકામાં પોતાના રાજદૂત તરીકે ભારતવંશી ઉદ્યોગપતિ એસ. ચંદ્રદાસની નિમણૂક કરી છે. સિંગાપોરના વિદેશ પ્રધાને ૨૮ મેએ આ જાહેરાત કરી હતી. દાસ આ પહેલાં તુર્કીમાં સિંગાપોરના રાજદૂત રહી ચૂક્યા છે. તે સોવિયત સંઘમાં વર્ષ ૧૯૭૦થી ૧૯૭૨ સુધી સિંગાપોરના વ્યાપાર પ્રતિનિધિ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. દાસ વર્ષ ૧૯૮૦થી ૧૯૯૬ સુધી સાંસદ હતા. દાસ અત્યારે નુર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ પ્રાઇવેટ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર છે.

 




to the free, weekly Gujarat Samachar email newsletter