સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 11th August 2020 16:20 EDT
 

• ડેનવરમાં પાંચને જીવતા સળગાવ્યાઃ અમેરિકાના શહેર ડેનવરમાં એક ઘરમાં આગ લાગતાં પાંચ લોકો જીવતા સળગી ગયાના અહેવાલ હતા. ઘરને આગ લાગી કે લગાડાઈ એ અંગે પોલીસ ફાયર ફાઇટરો સાથે મળી તપાસ કરે છે.
• બેરુતમાં વિસ્ફોટ પછી સરકારી રાજીનામાંઃ લેબેનોનની રાજધાની બેરુતમાં ૪થીએ સદીના બે ભયંકર વિસ્ફોટ થયા. ૨,૭૫૦ ટન એમોનિયમ નાઈટ્રેટના વિસ્ફોટમાં અડધું બૈરુત તબાહ થયું હતું. એ પછી લોકોએ દેખાવો કરતાં વડા પ્રધાન હસનદીબ સહિત કેબિનેટે રાજીનામું આપ્યું છે. વિસ્ફોટથી મૃતકાંક ૨૦૦થી ઉપર થયો છે.
• કુલભૂષણની ફાંસી સામે ૩ સપ્ટે.એ સુનાવણી: ઇસ્લામાબાદ હાઇ કોર્ટે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસી વિરુદ્ધ અપીલ અંગે સુનાવણી માટે ચિફ જસ્ટિસ સહિત ૩ જજની લાર્જર બેન્ચ બનાવી છે. જોકે આ કેસમાં આગામી સુનાવણી ૩ સપ્ટેમ્બરે થશે. જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવાઇ હતી. જોકે, આંતરરાષ્ટ્રીય કોર્ટે ફાંસી પર રોક લગાવી સજાની ન્યાયિક સમીક્ષા કરવા કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter