સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 03rd November 2020 15:12 EST
 

• યુરોપમાં લોકડાઉનનો ભયઃ કોરોના સંક્રમણના ભય વચ્ચે મંગળવારે વિશ્વમાં કુલ કેસ ૪૭૬૦૯૯૩૨, કુલ મરણાંક ૧૨૧૫૫૮૬ અને રિકવર કેસની સંખ્યા ૩૪૨૦૪૪૪૯ નોંધાઈ છે. જોકે યુરોપમાં કોરોના કેસ વધતાં સમગ્ર યુરોપમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર થયું છે. ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, બેલ્જિયમ અને ગ્રીસ તથા જણાવ્યા પ્રમાણે મોટાભાગના દેશોમાં લોકોએ ક્રિસમસ પૂરી થાય ત્યાં સુધીનો માલ-સામાન ભેગો કરવા માંડ્યો છે.
• બ્રિક્સમાં મોદી-જિંગપિંગનો સામનોઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ૧૨મું બ્રિક્સ સંમેલન વીડિયો કોન્ફરન્સથી ૧૭મી નવેમ્બરે મળશે. સંમેલનમાં ભારતીય વડા પ્રધાન મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ સરહદી વિવાદો વચ્ચે પ્રથમ વખત સામ-સામે થશે.
• આદિત્ય પુરી કાર્લાઈલ ગ્રૂપના સલાહકારઃ એચડીએફસીના પૂર્વ સીઈઓ આદિત્ય પુરી કાર્લાઈલ ગ્રૂપના સલાહકાર બન્યા છે. આદિત્ય પુરી આ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મને એશિયાના રોકાણકારો અંગે માર્ગદર્શન આપશે.
• ઓસ્ટ્રેલિયામાં ટેનિસ બોલની સાઝઈના કરાઃ ઓસ્ટ્રોલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યમાં ટેનિસ બોલની સાઈઝના કરા પડતાં લોકોને ઘર બહાર ન નીકળવાની સલાહ અપાઈ હતી. કેટલાક લોકો કરા પડવાથી ઇજાગ્રસ્ત થયાની શક્યતા છે.
• ફિલિપાઇન્સમાં ગોની વાવાઝોડું: ફિલિપાઇન્સમાં રવિવારે શક્તિશાળી વાવાઝોડું ગોની ત્રાટક્યું હતું. આ ઘટનામાં ૪ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૦થી વધુ ઘવાયા હતા.
• ગિલગિટ-બાલ્ટિસ્તાન વિવાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દેશમાં આંતરિક વિરોધ વચ્ચે રવિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનું મહત્ત્વનું અંગ દર્શાવતાં તેને પાકિસ્તાનનો પાંચમો પ્રોવિઝનલ પ્રાંત હોવાની જાહેરાત કરી હતી. ભારતે આ મુદ્દે આકરો વિરોધ નોંધાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter