સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 24th April 2019 08:02 EDT
 

• બ્રિટનનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ અટકાવાયો: બ્રિટને લિબિયામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ યુએનની સુરક્ષા પરિષદમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને અમેરિકા અને રશિયાએ લાવવાની સંમતિ ન આપી.
• વન બેલ્ટ - રોડ મુદ્દે ભારત સાથે અલગ સંમેલનઃ ચીન તેના વન બેલ્ટ એન્ડ રોડ પર પ્રોજેક્ટ માટે ભારતને મનાવવા માગે છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું ચીન ભારત સાથે સંબંધો સુધારવા માટે વુહાનની જેમ વધુ એક સંમેલન કરાવશે.
• માલીમાં આતંકી હુમલામાં ૧૦ સૈનિકોનાં મૃત્યુ: પાલીમાં રવિવારે આતંકીઓએ ગુઇરે સૈનિક કેમ્પ પર ૨૧મીએ સવારે પાંચ વાગે હુમલો કર્યો હતો જેમાં ૧૦ સૈનિકોનાં મોત થઈ ગયા હતાં.
• ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપઃ ફિલિપાઇન્સમાં ૨૨મીએ પ્રચંડ ભૂકંપ ત્રાટકતાં બહુમાળી ઇમારતો તાશના પત્તાની જેમ જમીનદોસ્ત થતાં પાંચ જણા માર્યા ગયા હતા.
• પાકિસ્તાનમાં નાણા, ગૃહ અને માહિતી પ્રધાન બદલાયા: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૧૯મી એપ્રિલે તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો હતો. તેમણે નાણા, ગૃહ અને માહિતી મંત્રાલયમાં નવા ચહેરા સામેલ કર્યાં છે.
• ઉત્તર કોરિયાએ ફરી વખત પરમાણુ હથિયારોનું પરીક્ષણ કર્યુંઃ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ હથિયારો બાબતે વાટાઘાટો ચાલી રહી છે એ દરમિયાન જ ફરીથી ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સરકારી એજન્સીએ હથિયારોનું પરીક્ષણ થયું હોવાની જાહેરાત કરી હતી.
• પેરુના પૂર્વ રાષ્ટ્રપતિનો આપઘાતઃ ભ્રષ્ટાચારના એક કેસમાં ધરપકડના ડરથી પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ એલન ગાર્સિયાએ ૧૮મી એપ્રિલે પોતાના નિવાસ સ્થાને માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. બ્રાઝિલની કંપની ઓડેબ્રેચ્ટને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે પોલીસ દ્વારા ધરપકડના ભયે એલન ગાર્સિયા (૬૯ વર્ષ)એ આત્મહત્યા કરી લીધી હતી. ગાર્સિયાની અમેરિકન પોપ્યુલર રિવોલ્યુશનરી અલાયંસ (અપરા) પાર્ટીના મહાસચિવ ઉમર ક્વેસાદાએ ગાર્સિયા મૃત્યુ પામ્યા હોવાના સમાચાર આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter