સંયુક્ત રાષ્ટ્ર પાસે ભારતનું સૌથી વધુ લેણુંઃ રૂ. ૨૬૩ કરોડ

Thursday 18th April 2019 05:52 EDT
 

સંયુક્ત રાષ્ટ્રઃ શાંતિ અભિયાનોમાં મદદ માટે ભારતની સૌથી વધુ રૂ. ૨૬૩ કરોડની ફી સંયુક્ત રાષ્ટ્રે ચૂકવવાની બાકી છે. સંયુક્ત રાષ્ટ્રના ૨૦૧૮-૧૯ના રિપોર્ટમાં આ માહિતી જણાવાઈ છે. સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ રિપોર્ટ તાજેતરમાં જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ ભારત પછી રવાન્ડા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને નેપાળથી સૌથી વધુ ફી ચૂકવવાની બાકી છે. વિવિધ દેશ શાંતિ અભિયાનો માટે સંયુક્ત રાષ્ટ્રને સૈન્ય અને પોલીસ સહાયતા પૂરી પાડે છે. બદલામાં સંયુક્ત રાષ્ટ્ર આ દેશોને નાણા ચૂકવે છે. આવા દેશોના કુલ રૂ. ૧,૮૩૪ કરોડ સંયુક્ત રાષ્ટ્રે ચૂકવવાના બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter