સરહદની સ્પષ્ટતા અંગેની મોદીની ઓફર ચીને ફગાવી

Saturday 06th June 2015 07:05 EDT
 
 

બીજિંગઃ ચીને અંકુશ રેખા (એલઓસી) અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફર ફગાવી છે. ચીનના વિદેશ મંત્રાલયમાં એશિયાઇ બાબતોના નાયબ ડિરેક્ટર જનરલ હુઆંગ જિલિયાને ગત સપ્તાહે જણાવ્યું કે અગાઉ આવા જ પ્રકારના પ્રયાસથી પરિસ્થિતિ વધુ બગડી છે. જિલિયાને જણાવ્યું કે, સરહદ ક્ષેત્રમાં જે કંઈ કરીએ તે રચનાત્મક હોવું જોઈએ. તેનાથી મંત્રણા પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ મળવી જોઈએ. સરહદના પ્રબંધન અને નિયંત્રણ માટે આપણે કોઈ એક જ વસ્તુ કરવાની જરૂર નથી પરંતુ સંપૂર્ણ રીતે એક સાથે ઘણી વસ્તુઓ કરવી પડશે. જરૂરી છે કે પહેલા આ મુદ્દે આચારસંહિતા અંગે સમજૂતી થઈ જાય. જિલિયાનને પૂછાયું કે મોદીની તાજેતરની ચીન યાત્રાથી સરહદ જુદાજુદા ઉકેલવાની દિશામાં શું હાંસલ થયું, ચીન ભારતના અરુણાચાલ પ્રદેશ અને તેની આસપાસની ૨૦૦૦ કિલોમીટરની સરહદને જ વિવાદાસ્પદ ગણે છે. જ્યારે ભારતના મત મૂજબ અકસાઇ ચીન સુધી ૪૦૦૦ કિલોમીટર સરહદ વિવાદાસ્પદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter