આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. તેઓ લીલીછમ હરિયાળી અને પ્રાણીસૃષ્ટિથી ઘેરાયેલા એક નાના કેર હોમમાં રહે છે. માશિકો તેમના બગીચામાં ઉગાડવામાં આવતી વસ્તુઓમાંથી ભોજન પણ બનાવી જાણે છે. તેમના ભોજનમાં તાજા ફળો અને શાકભાજીનું વિશેષ પ્રમાણ જોવા મળે છે, અને કદાચ આ જ તેમના દીર્ઘાષ્યુનું રહસ્ય છે. તેઓ કહે છે કે, આ રોજિંદા આહારે તેમના સ્વાસ્થ્યની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.