સાઉદી અરબમાં પોકેમોન પર પ્રતિબંધ મૂકતો ફતવો

Thursday 21st July 2016 08:30 EDT
 
 

નવી દિલ્હીઃ લોનિચંગ બાદ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહેલી મોબાઈલ ગેમ પોકેમેન ગોનો વિવાદોએ પીછો કરી દીધો છે. સાઉદી અરબમાં ધાર્મિક મામલાઓની સર્વોચ્ચ સંસ્થાએ આ ગેમ વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો છે અને ઇસ્લામમાં આ પ્રકારની ગેમ્સ હરામ હોવાનું જાહેર કર્યું છે. આ સંસ્થાએ ૧૬ વર્ષ પહેલા ૨૦૦૧માં પણ આવો જ એક ફતવો જાહેર કર્યો હતો અને આવી ગેમ્સને જુગારનું એક સ્વરૂપ ગણાવી તેની પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

કાઉન્સિલ ઓફ સિનિયર સ્કોલર્સના સભ્ય શેખ સલેહ અલ-ફઝને અરબ ન્યૂઝને જણાવ્યું હતું કે, વર્તમાન લોન્ચ થયેલ વર્ઝન તેની જૂની ગેમ પર જ આધારિત છે. આ સંસ્થાએ ફતવાને યોગ્ય ફેરવવવા માટે ઘણા તર્ક આપ્યા છે. તેમાંથી એક તર્ક એ પણ છે કે, આ ગેમ જુગારનું એક સ્વરૂપ છે. જેમાં બે ખેલાડીઓ વચ્ચે કાર્ડ્સ જીતવા માટે સ્પર્ધા થાય છે. ગેમ દરમિયાન જો કોઈએ પ્લેયર કાર્ડ હારવા ન માગતો હોય તો તેણે તેની કિંમત ચૂકવવી પડે છે. સંસ્થાનું કહેવું છે કે, આ જ કારણસર આ ગેમને બિન-ઈસ્લામિક ઠેરવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter