સાગરદા ફમિલિયાઃ 140 વર્ષે બન્યા ચાર ટાવર

Saturday 27th January 2024 07:08 EST
 
 

સ્પેનના ખૂબસુરત બાર્સિલોના શહેરમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા ચર્ચ સાગરદા ફમિલિયાએ 140 વર્ષના અંતે ગયા નવેમ્બરમાં ચાર ટાવરનું નિર્માણકાર્ય પૂરું કર્યું છે. આ ચાર ટાવર મેથ્યુ (એક સ્વર્ગદૂત), જોન (એક બાજ), માર્ક (એક સિંહ) અને લ્યૂક (એક બળદ)નું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક એક યા બીજા કારણસર આ ટાવરના નિર્માણકાર્યમાં એટલો વિલંબ થયો કે 140 વર્ષ વીતી ગયાં. વિશ્વના સૌથી ઊંચું ચર્ચનું બિરુદ ધરાવતું આ ચર્ચ શ્રદ્ધાળુઓમાં આગવું મહત્ત્વ ધરાવે છે. યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ આ ચર્ચનું નિર્માણ 1882માં શરૂ થયું હતું. ક્રિસમસ પર આ ટાવરની વિશેષ સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter