એડમન્ટનઃ કેનેડાના એડમન્ટનમાં દુઃખદ ઘટનાએ હેલ્થકેર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારતીય મૂળના 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં આઠ કલાક રાહ જોયા બાદ મોત થયું છે. આ ઘટના 22 ડિસેમ્બરે બની હતી. પ્રશાંત શ્રીકુમારને કામ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો થયો હતો. તેમને તાત્કાલિક દક્ષિણપૂર્વ એડમન્ટનમાં ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલે ખસેડાયા હતા. પહોંચ્યા પછી તેમને નોંધણી બાદ ઈમરજન્સી વેઇટિંગ એરિયામાં બેસાડાયા હતા. તેના પિતા કુમાર શ્રીકુમાર પણ ત્યાં પહોંચ્યા હતા. હોસ્પિટલ સ્ટાફે ઇસીજી બાદ કહ્યું હતું કે ટેસ્ટમાં કંઈ ગંભીર નથી અને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે આ ઘટના સંદર્ભે કેનેડાની સ્વાસ્થ્ય સિસ્ટમની ઝાટકણી કાઢી હતી. અને તેની સરખામણી અમેરિકાના અક્ષમતા માટે બદનામ મોટર વ્હિકલ વિભાગ સાથે કરી હતી.


