ભારતના સ્વતંત્રતા દિવસની દેશવિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળોએ ભારતીય સમુદાયના લોકોએ સ્થાનિક લોકોની સાથે મળીને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. તિરંગા ધ્વજ સાથે ક્યાંક રેલીનું આયોજન કરાયું હતું તો ક્યાંક ધ્વજવંદન કરવાની સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દુબઇના બુર્જ ખલિફાને તિરંગાની રોશનીથી શણગારાયો હતો. અમેરિકાના સિએટલમાં નીડલ પર ધ્વજવંદન કરાયું હતું. ન્યુઝીલેન્ડમાં દેશના વડાપ્રધાને ઉજવણીમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા અને બર્લિનમાં પણ ભારતીયોએ તિરંગા સાથે રેલી આયોજીત કરી હતી.


