સાહસ - ધીરજ - માનવતાનો ત્રિવેણી સંગમ

Friday 22nd January 2021 04:43 EST
 
 

હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭ વર્ષીય લાઇ ચી વેઇ પેરેલાઇઝ્ડ છે. તેનું અડધું શરીર નિશ્ચેતન છે. આમ છતાં તેણે વ્હિલચેર પર બેસીને દોરડાની મદદથી ૨૫૦ મીટર ઊંચી ઇમારત સર કરી હતી. ૧૦૦ માળની ઇમારત ચઢવામાં તેને ૧૦ કલાકનો સમય લાગ્યો. શારીરિક અક્ષમતા છતાં તેણે આ સાહસ આદર્યું. શા માટે? કેમ કે તે એક ઉમદા ઉદ્દેશ માટે ભંડોળ એકત્ર કરવા માગતો હતો. આ સાહસ થકી ૬.૭૦ લાખ ડોલર (આશરે ૫ કરોડ રૂપિયા)નું જંગી ભંડોળ એકઠું કર્યું છે, જેથી તે દિવ્યાંગોની મદદ કરી શકે. લાઇ ચી વેઇ કહે છે કે ૧૦ વર્ષ પહેલા કાર દુર્ઘટનામાં મારી કરોડરજ્જૂ ભાંગી ગઇ અને મને લકવો મારી ગયો હતો, તેમ છતાં મેં ક્યારેય હાર નથી માની. આ તસવીર જોયા પછી લાઇના દાવામાં રતિભાર પણ શંકા રહેશે નહીં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter