સાહસવીર ‘બેબી’

સ્ટીવને પ્રિય પોપટને દરિયાઇ સૃષ્ટિની ઝલક દેખાડવા ‘મિની સબમરિન’ બનાવી

Sunday 26th April 2026 06:07 EDT
 
 

બહામાસઃ કેરેબિયન સમુદ્રમાં આવેલા અને તેના કુદરતી સૌંદર્ય માટે પર્યટકોમાં જાણીતા ટાપુ રાષ્ટ્ર બહામાસથી એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક પાલતુ પોપટ સમુદ્રના પેટાળમાં સફર કરતો જોવા મળે છે. વ્યક્તિ પોતાના પાળતુ પશુ કે પંખી માટે કેવો લગાવ ધરાવતા હોય છે તે સમજવું હોય તો મળો સ્ટીવન લોયરને. સ્ટીવને તેના વ્હાલા પોપટ ‘બેબી’ને દરિયાઇ પેટાળમાં રહેલી સૃષ્ટિ દેખાડવા માટે ઘરે જ એક પારદર્શક કન્ટેનરમાંથી ખાસ મિની સબમરિન તૈયાર કરી છે. ઓરિજિનલ સબમરિન જેવી તમામ સગવડો આ અનોખી પનડુબ્બીમાં છે. ‘બેબી’ને તાજી હવા મળી રહે તે માટે એર પાઈપ, ખાસ વાલ્વ અને ઓક્સિજન સિસ્ટમ લગાવાઇ છે. સબમરિનને દરિયામાં લઈ જતાં પહેલાં સ્ટીવને ઘરઆંગણે જ તેનું અનેક વખત પરીક્ષણ કર્યું અને પછી ‘બેબી’ને તેમાં બેસાડી દરિયાઇ દુનિયાની સફર કરાવી. ઉલ્લેખનીય છે કે ‘બેબી’ અગાઉ તેના માલિક સ્ટીવન સાથે આકાશમાં 15 વખત સ્કાયડાઈવિંગનો રોમાંચ પણ કરી ચૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter