સિંગાપોરમાં છેતરપિંડી કેસમાં ત્રણ ભારતીય સહિત ચાર દોષિત

Saturday 19th December 2020 02:28 EST
 

સિંગાપોરઃ નકલી બિલો રજૂ કરીને ફૂટબોલ એસોસિએશન ઓફ સિંગાપોર (એફએએસ) સાથે છેતરપિંડી કરવા બદલ ત્રણ ભારતીય સહિત ચાર લોકોને દોષિત ઠેરવાયા છે.
કરપ્ટ પ્રેક્ટિસિસ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના જણાવ્યા અનુસાર ફુટબોલ એસોસિએશન ઓફ સિંગાપોરના કોમર્શિયલ એન્ડ બિઝનેસ ડેવલોપમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રિકમજીત સિંહ અને તેમના પત્ની તથા એક સ્પોર્ટ્સ્ ગુડ્સ કંપનીના ડાયરેક્ટર એસ્યા કિરિન કેમ્સને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
રિકમજીત સિંહના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેના કાર્યકાળમાં તેમની પત્નીની સ્પોર્ટ્સ ગુડ્સ કંપનીને ૨૦૧૭ અને ૨૦૧૮ની વચ્ચે કુલ ૧,૮૧,૮૭૫ સિંગાપોર ડોલર ચૂકવવામાં આવ્યા હતા, જેના કારણે એફએએસને નુકસાન ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter