સિંધુ નદી પરના ડેમ પ્રોજેક્ટ માટે નાણાં આપવા બેંકની ના

Thursday 03rd November 2016 07:38 EDT
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં સિંધુ નદી પર ડેમ બનાવવાના પાકિસ્તાનના ૧૪ અબજ ડોલરના પ્રોજેક્ટને નાણાં પૂરા પાડવાનો એશિયન ડેવલોપમેન્ટ બેંકે(એડીબી) ઇનકાર કર્યો છે. બે વર્ષ અગાઉ પાકિસ્તાને ભારત પાસેથી એનઓસી માંગવાનો ઇનકાર કરતા વર્લ્ડ બેંકે પણ નાણાં આપવાની ના પાડી દીધી હતી. સેન્ટ્રલ એશિયા રિજિયોનલ ઇકોનોમિક કોઓપરેશન (સીએઆરઇસી) કાર્યક્રમની ૧૫મી બેઠકના અંતે એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી)ના પ્રમુખ તકેહિકો નાતાકઓએ પાકિસ્તાનના નાણા પ્રધાન ઇશાક દાર સાથેની સંયુક્ત ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે નાણા માટે કોઇ ખાતરી આપી નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter