સીરિયામાં શિયા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલામાં ૪૬ મોત

Wednesday 15th March 2017 09:00 EDT
 

દમાસ્કસઃ સીરિયાની રાજધાની દમાસ્કસમાં ૧૧મીએ બોમ્બ ધડાકામાં ૪૬ કરતા વધારે શિયા શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. આ હુમલામાં ૧૨૦ કરતાં વધારે લોકો ઘવાયા છે. તેમાં મોટા ભાગના ઇરાકી હતા. સામાન્ય રીતે આતંકવાદીઓ દમાસ્કસ પર હૂમલા કરે છે પણ રાષ્ટ્રપતિ બશર અલ અસદના કબજા હેઠળના વિસ્તારને છોડી દે છે. પણ આ વખતે હુમલો તે વિસ્તારમાં જ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના અનુસાર રોડની બાજુમાં ગોઠવવામાં આવેલા બોમ્બ ત્યાંથી પસાર થઈ રહેલી બસ સાથે ટકરાઈને ફાટ્યો હતો. બીજો હુમલો આત્મઘાતી હતો, જ્યાં હુમલાખોરે શિયા બહુમતી ધરાવતા વિસ્તારમાં પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter