સોનુ સૂદને દુબઇના ગોલ્ડન વિઝા મળ્યા

Thursday 14th April 2022 11:41 EDT
 
 

મુંબઈઃ દુબઇ સરકારે સોનૂ સૂદને ગોલ્ડન વિઝા આપ્યા છે. સામાન્ય રીતે દુબઇના ગોલ્ડન વિઝા માટે રોકાણકાર, બિઝનેસમેન કે પછી કોઇ પણ ક્ષેત્રના વિશેષજ્ઞ જ આ વિઝા માટે અરજી કરી શકે છે. સોનૂએ આ ખુશી સોશ્યલ મીડિયા પર શેર કરી છે. સોનૂએ લખ્યું હતું કે, દુબઇ સરકારે મને ગોલ્ડન વિઝા આપ્યા બદલ હું તેમનો આભાર માનું છું. દુબઇ મારા પસંદગીના સ્થળોમાંનું એક છે. જે વ્યક્તિગત વિકાસ માટે પણ એક ગતિશીલ જગ્યા છે. હું આ સુવિધા મળ્યા બદલ અધિકારીઓનો આભારી છું.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાંથી શાહરુખ ખાન, રણવીર સિંહ, સંજય દત્ત, સુનીલ શેટ્ટી સહિતના ફિલ્મ સ્ટાર અગાઉ દુબઇ ગોલ્ડન વિઝા મેળવી ચૂક્યા છે. સોનૂ ભલે લાંબા સમયથી રૂપેરી પડદે જોવા મળ્યો ન હોય, પરંતુ કોરોનાકાળ દરમિયાન તેણે વ્યાપક સ્તરે કરેલી સમાજસેવા સહિતના કાર્યોના કારણે તેનો આગવો ચાહકવર્ગ ઉભો થયો છે. સોનૂ હાલમાં ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ઐતિહાસિક મહાકાવ્ય એકશન ડ્રામા, પૃથ્વીરાજ અને કોરાતાલા શિવ કે આચાર્યમાં કામ કરી રહ્યો છે. જેમાં તે એકશન દ્રશ્યોમાં પણ જોવા મળવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter