સ્ટેશન માસ્ટર બિલાડી મૃત્યુ પામી

Wednesday 01st July 2015 06:17 EDT
 
 

કિનોકોવા (જાપાન)ઃ શહેરના કિશી સ્ટેશને સ્ટેશન-માસ્ટર તરીકે ફરજ બજાવતી બિલાડી તામા ૧૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામી છે. છેલ્લાં ઘણા વર્ષોથી તેને સ્ટેશન-માસ્ટરનો માનદ દરજ્જો મળ્યો હતો. આ બિલાડી દરરોજ સ્ટેશન માસ્ટર તરીકેની એની કેબિનમાં આવીને બેસતી હતી અને એને જોવા માટે હજારો ટુરિસ્ટો પણ આવતા હતા. જાપાનમાં બિલાડીઓને આમ પણ શુકનિયાળ માનવામાં આવે છે, પણ આ બિલાડીએ લોકોમાં ભારે લાડકી બની ગઇ હતી. તામાથી કિશી સ્ટેશન એટલું જાણીતું બન્યું હતું કે સ્ટેશનને બિલાડીના ચહેરા જેવી જ સજાવટ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત સમાચાર’ના ગયા વર્ષના દિવાળી અંકમાં સ્ટેશન-માસ્ટર તામાનો સચિત્ર લેખ પ્રકાશિત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter