સ્પેસ-એક્સ દ્વારા નવા યુગનો આરંભ બધા માટે અંતરિક્ષ યાત્રાના દ્વાર ખૂલ્યા

Sunday 26th September 2021 15:20 EDT
 
 

વોશિંગ્ટન: બિલિયોનેર એલન મસ્કની કંપની સ્પેસ-એક્સ દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલા ચાર પ્રવાસીઓ ત્રણ દિવસનો પ્રવાસ કર્યા બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચારમાંથી એક પણ યાત્રી વ્યવસાયિક એસ્ટ્રોનોટ નહોતો, પણ સામાન્ય નાગરિક હતા. તેમને અંતરિક્ષ પ્રવાસે લઇને ગયેલું સ્પેસ-એક્સ કેપ્સૂલ શનિવારે એટલાન્ટિક મહાસાગરમાં ફ્લોરિડાના તટ પર ઉતર્યુ હતું. આ સફળ અંતરિક્ષ પ્રવાસ બાદ કહેવાઇ રહ્યું છે કે સ્પેસ-એક્સ દ્વારા નવા યુગની શરૂઆત કરવામાં આવી છે અને હવે સામાન્ય લોકો માટે અંતરિક્ષ પ્રવાસના દ્વાર ખૂલ્યા છે.
સ્પેસ-એક્સની સંપૂર્ણ ઓટોમેટેડ ડ્રેગન કેપ્સૂલ લિફ્ટઓફ બાદ ૫૮૫ કિલોમીટર ઉંચાઇએ પહોંચી હતી, અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)થી પણ ૧૬૦ કિલોમીટર દૂર ઊંચે પહોંચી હતી. જેમાં બેઠેલા મુસાફરોએ કેપ્સૂલની મોટી બારીમાંથી પૃથ્વીને વિવિધ રીતે નિહાળી હતી.
ચાર વ્યક્તિઓના ક્રૂમાં અરબરિત આઇઝેક જેરેડમેન તેમજ તેના અન્ય ત્રણ મહેમાનો મેડિકલ ઓફિસર હેલી આર્સીનાક્સ, એરોસ્પેસ ડેટા એન્જિનિયર ક્રિસ સેમ્બ્રોસ્કી અને કોલેજ અધ્યાપક સિયાન પ્રોક્ટર હતા. આઇઝેસ દ્વારા જ આ યાત્રાના ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.
સફળ ઉતરાણ બાદ આઇઝેક જેરેડમેને કહ્યું હતું કે આ વર્ણવી ન શકાય તેવો અનુભવ હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ પ્રયોગ બાદ અંતરિક્ષની ખાનગી ફ્લાઇટની સંખ્યામાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે. આયોજકોનું કહેવું છે કે હજુ છ આવી ફ્લાઇટ ઉડશે, જે પૈકી ચાર ફ્લાઇટ અત્યારથી જ બુક થઇ ચૂકી છે.
એલન મસ્કનું સપનું સાકાર
વિશ્વના ટોચના ધનકૂબેરોમાં સ્થાન ધરાવતા એલન મસ્કની કંપની સ્પેસએક્સે તેના ઈન્સ્પિરેશન- ફોર મિશન હેઠળ સૌપ્રથમ ખાનગી અવકાશ મિશન હાથ ધરીને ચાર પ્રવાસીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ૫૭૫ કિ.મી. ઉપર મોકલ્યા હતા. આ ચારેયને ડ્રેગન કેપ્સ્યુલમાં બેસાડીને ફાલ્કન ૯ રોકેટથી અવકાશમાં મોકલાયા હતા. મિશનની સૌથી ખાસ વાત એ હતી કે ચારેય ક્રૂમાંથી કોઈ પણ વ્યાવસાયિક રીતે અવકાશયાત્રી નહોતી.
બિઝનેસમેન એલન મસ્કની અમેરિકન એરોસ્પેસ કંપની સ્પેસએક્સે અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી ગયા ગુરુવારે આ પ્રવાસીને અવકાશમાં મોકલ્યા હતા. તેઓ ખાનગી અવકાશ યાનમાં ત્રણ દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ˘
૨૦૦૯ પછી પહેલી વખત કોઈ માણસ પૃથ્વીમાં આટલી ઊંચાઈએ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter