સ્માર્ટ સ્કૂટર યુનિ-વન

સેલ્ફ બેલેન્સિંગ ટેક્નિક વડે બનેલું દુનિયાનું પહેલું હેન્ડ્સ-ફ્રી સ્કૂટર

Tuesday 26th March 2024 06:22 EDT
 
 

ટોક્યો: જાપાનની ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ મગજથી નિયંત્રિત થતું સ્કૂટર તૈયાર કર્યું છે. આ સ્કૂટરનું નામ યુનિ-વન છે. તેની ખાસિયત એ છે કે આ હેન્ડ્સ-ફ્રી છે એટલે કે તેને ચલાવવા યુઝર્સે તેના હાથનો ઉપયોગ નથી કરવો પડતો. આ સાથે જ આ સ્કૂટર યુઝર્સને યુનિક એક્સટેન્ડેડ રિયાલિટી અનુભવ પણ આપી શકશે. કંપની અનુસાર સંભવતઃ આ આગમેન્ટેડ રિયાલિટી સાથે આવાગમનનો અનુભવ આપતું વિશ્વનું પહેલું જ સ્કૂટર હશે. યુઝર્સ તેને ચલાવવાની સાથે જ રાઇડર્સ આકાશમાં ઊડવા કે જંગલમાં ડ્રાઇવ કરવા જેવા કોઈ પણ સિમ્યુલેશનને પસંદ કરી શકશે. આ સ્કૂટરમાં એક જ સીટ હશે. આ અનોખા સ્કૂટરને કોઈ ખુરશી પર બેસવા સમાન બેસી ચલાવી શકાશે. ઓસ્ટિનમાં થનારી એક ઇવેન્ટ દરમિયાન આ સ્કૂટરને હોન્ડા દુનિયા સમક્ષ રજૂ કરવાની છે.
સેલ્ફ બેલેન્સિંગ ટેક્નિકથી બનેલું સ્કૂટર
આ સ્કૂટરને સેલ્ફ બેલેન્સિંગ ટેક્નિકની મદદથી તૈયાર કરાયું છે અને તેને ચલાવવા માટે યુઝર્સે તેના હાથોનો જરા પણ ઉપયોગ કરવાનો નથી હોતો. તેમાં લાગેલાં સેન્સર રાઈડરના બેસવાની રીતોને મોનિટર કરીને નક્કી કરે છે કે સ્કૂટરે કઈ જગ્યાએ ઊભું રહેવાનું છે કે રસ્તા પર ચાલવાનું છે. બેટરી પાવર્ડ આ સ્કૂટર વધુમાં વધુ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ સ્કૂટર આશરે 110 કિલોગ્રામ વજન ખમી શકશે. હોન્ડા કંપની આ સ્કૂટરને એમ્યુઝમેન્ટ પાર્ક અને થીમ પાર્કમાં પર્યટકોના એન્ટરટેઈનમેન્ટ માટે ઉપયોગમાં લેવા માંગે છે. ડ્રાઇવરલેસ વ્હિકલ બનાવવા માટે હોન્ડાએ જીએમ એટલે કે ગ્લોબલ મોટર્સ અને ક્રૂઝ કંપની સાથે ભાગીદારી પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter