અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો જનઆક્રોશ તેમના સત્તાવા નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યો છે. ટ્રમ્પની નીતિરીતિ વિરુદ્ધ દેશના તમામ 50 રાજ્યોના 80 શહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. દેખાવકારોએ 19 એપ્રિલે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસને પણ ઘેર્યું હતું. દેખાવકારોએ કહ્યું કે ટ્રમ્પની નીતિઓ અમેરિકાને પતન તરફ દોરી જશે. શનિવારે થયેલા આ પ્રદર્શનને ‘50501 પ્રોટેસ્ટ’ નામ આપવામાં આવ્યું હતું. મતલબ કે અમેરિકાના 50 રાજ્યો, 50 આંદોલનો અને 1 દિવસ. દર પખવાડિયે એક દિવસ માટે આ વિરોધ પ્રદર્શન યોજાશે.