ઓટ્ટાવા: કેનેડા સરકારે માતાપિતા અને દાદાદાદી માટે મળતા સુપર વિઝાના નિયમોમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. 31 માર્ચથી લાગુ થઇ ગયેલા આ ફેરફારોના પગલે આવક અંગેના નિયમો હળવા થયા છે. તેનાથી એવા કેનેડિયન નાગરિકો અને કાયમી રહીશોને ફાયદો થશે કે જેઓ તેમના માતાપિતા કે દાદાદાદીને સુપર વિઝા હેઠળ કેનેડા બોલાવવા માગે છે.
સુપર વિઝા હેઠળ 10 વર્ષ સુધી મલ્ટીપલ એન્ટ્રીની સુવિધા મળે છે અને એકવારમાં મહત્તમ પાંચ વર્ષ કેનેડામાં રહેવાની મંજૂરી મળે છે. અગાઉ અરજદારોએ માત્ર એક વર્ષની આવકના આધારે નિર્ધારિત મર્યાદા એટલે કે લો ઈન્કમ કટ-ઓફ પૂર્ણ કરવી પડતી હતી. હવે સરકારે તેમાં નવો વિકલ્પ ઉમેર્યા છે. હવે આવકનું મૂલ્યાંકન એક વર્ષના બદલે છેલ્લા ટેક્સ યરના આધારે થઈ શકે છે. મતલબ કે જો અરજદાર આ બે વર્ષમાંથી કોઈ એક વર્ષમાં નિર્ધારિત આવકની મર્યાદા પૂર્ણ કરે તો તેને લાયક ઠેરવાશે.


