હિંદુઓ અને શીખો સહિત ૨૦,૦૦૦ અફઘાનીઓને કેનેડા આશ્રય આપશે

Wednesday 18th August 2021 07:04 EDT
 
 

ટોરોન્ટોઃ તાલિબાન લડાકુઓએ યુદ્ધગ્રસ્ત દેશના મોટાભાગમાં અંકુશ મેળવી લીધો હોવાને પગલે કેનેડા હિંદુઓ અને શીખો સહિત ૨૦,૦૦૦ અફઘાનીઓને આશ્રય આપશે સરકારી નિવેદનમાં જણાવાયું હતું કે ત્યાં, અહીં અને દુનિયાભરમાં રહેલી અમારી ટીમો શક્ય તેટલાં વધુને વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે.
ઈમિગ્રેશન મિનિસ્ટર માર્કો મેન્ડિસીનોએ જણાવ્યું કે ૨૦,૦૦૦ અફઘાન શરણાર્થીઓને મદદ કરવા અમારા પ્રયાસો બમણા કર્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ દુઃખદ છે અને કેનેડા બેસી નહીં રહે.      
અફઘાનિસ્તાનના સેંકડો હિંદુઓ અને શીખોના પુનઃવસન માટે કેનેડા સરકારે આલ્બર્ટા સ્થિત મનમીત સિંઘ ભુલ્લર ફાઉન્ડેશન સાથે તેનો સહયોગ વધાર્યો છે. ફાઉન્ડેશન દ્વારા ડઝનબંધ પરિવારોને અફઘાનિસ્તાનમાંથી કેનેડા લવાયા છે.  
આલ્બર્ટા મિનિસ્ટર મનમીત સિંઘ ભુલ્લરે ૨૦૧૪માં આ ફાઉન્ડેશનની સ્થાપના ઈન્ડો - કેનેડિયન કોમ્યુનિટીના સહયોગથી અફઘાનના શીખ અને હિંદુ પરિવારોના પુનઃવસવાટ માટે કરી હતી. ૨૦૧૫માં ૩૫ વર્ષની વયે ભુલ્લરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter