હું ભારતીય નહીં, અમેરિકન છુંઃ બોબી જિંદાલ

Wednesday 21st January 2015 07:55 EST
 
 

તેમણે જણાવ્યું કે, જો તેમને પોતાના નામની સાથે ‘ભારતીય’ જોડી રાખવાનું હોત તો તેઓ ભારતમાં જ રહેતા હોત. બોબી જિંદાલ અત્યારે લુઇસિયાનાના ગવર્નર છે. તેઓ ૨૦૧૬માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે. તેમણે જણાવ્યું મારાં માતા-પિતા અમેરિકન સ્વપ્નની શોધમાં આવ્યાં હતાં. તેમના માટે અમેરિકા માત્ર એક સ્થળ નથી એક વિચાર હતો, જે તેમણે પૂરો કર્યો. જિંદાલના ભાષણના આ અંશ ગત સપ્તાહે જાહેર થયો છે. આગામી સપ્તાહે તેઓ આ ભાષણ આપશે.

ભારતીય હોવાની શરમ નથી

જિંદાલે કહ્યું કે એવું નથી કે ભારતીય હોવાથી અમે શર્મિદા છીએ. અમને ભારતીય થવા પર ગર્વ છે પરંતુ જો અમે ભારતીય જ રહેવા માગતા તો અમારે ભારતમાં જ રહેવું જોઈતું હતું. અમે અમેરિકા એટલા માટે આવ્યા કારણ કે અમે અવસર અને સ્વતંત્રતા શોધી રહ્યા હતા.

ભારતીય મૂળના પ્રથમ ગવર્નર

પીયૂષ ‘બોબી’ જિંદાલનો જન્મ અમેરિકાના બેટનરૂઝમાં ૧૦ જુન, ૧૯૭૧ રોજ થયો હતો. તેમનાં માતા-પિતા રાજ અને અમર જિંદાલ ભારતના પંજાબથી અમેરિકા પહોંચ્યા હતા. તેના છ મહિના પછી બોબીનો જન્મ થયો હતો. યુવા અવસ્થામાં જ તેમણે કેથોલિક ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. તેમની પત્નીનું નામ સુપ્રિયા જુલી છે, અને તેમને ત્રણ સંતાન છે.

ટુકડાઓમાં વિશ્વાસ નથી

તેમણે જણાવ્યું હું ટુકડાઓમાં અમેરિકન હોવામાં વિશ્વાસ કરતો નથી. આ વિચાર મને થોડીક મૂંઝવણમાં મુકે છે. તેઓ ભારતીય અમેરિકી, આઇરિશ-અમેરિકી, આફ્રિકી-અમેરિકી, ઇટાલિયન અમેરિકી, મેક્સિકન અમેરિકી વગેરે કહીને બોલાવે છે. એક વાત સ્પષ્ટ કરું કે, હું એ કહી રહ્યો નથી કે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા પ્રત્યે શર્મિંદા થવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter