હૈદ અલ-જજીલઃ વિશાળ અને ઊંચી પહાડી પર વસ્યું છે પાંચ સદી પુરાણું ગામ

Saturday 07th June 2025 11:15 EDT
 
 

દુનિયાના દુર્ગમ અને કઠોર પ્રદેશો ધરાવતા સ્થળોમાં એક છે યમનનું આ હૈદ અલ-જજીલ ગામ, જે 500 વર્ષ જૂનું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એક વિશાળ અને ઊંચી પહાડીની ટોચે આ ગામ વસેલું છે. આ ગામની સ્થાપત્ય કળા અને સ્થળની પસંદગી માણસના ધૈર્ય અને રચનાત્મક્તાનું અદભૂત ઉદાહરણ છે. ઊંચાઇ પર વસેલા આ ગામમાંથી જોવા મળતો ખીણો અને સૂકા રણપ્રદેશનો નજારો એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. હૈદ અલ-જજીલના મકાનો પારંપરિક માટી અને પથ્થરોથી બનેલા છે, જે સ્થાનિક હવામાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ મકાન ગરમીમાં ઠંડા અને ઠંડીમાં ગરમ રહે છે. આ ગામનું અસ્તિત્વ દર્શાવે છે કે કેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ સમુદાય પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter