હોંગકોંગ: કોરોનાના સંકટ વચ્ચે હોંગકોંગના ત્રીસ લાખ લોકોને બ્રિટને પોતાની નાગરિક્તા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીને તેનો સખત વિરોધ કર્યો છે. નાગરિક્તાની ઓફર અંગે ચીને બ્રિટનને ધમકી આપી હતી. કે તે પણ આ પ્રકારનું પગલું ભરી શકે છે. લંડનમાં ચીનનું દૂતાવાસે નિવેદન જારી કરી કહ્યું કે હોંગકોંગના રહેતા તમામ દેશવાસી ચીનના નાગરિક છે. અમે તેનો મજબૂતાઇથી વિરોધ કરીએ છીએ અને આ રીતે જ જવાબી પગલું ભરવાનો અધિકાર સુરક્ષિત છે. એક પત્રકાર પરિષદમાં ચીન સરકારના પ્રવક્તાએ બ્રિટનના પગલાંની ટીકા કરી અને કહ્યું કે તે હોંગકોંગ પર કરાયેલા વાયદાનો નિભાવી રહ્યા છે. પ્રવક્તાને પણ માઠા પરિણામોની ચેતવણી ચીને ઉચ્ચારી હતી.
ઓસ્ટ્રેલિયાનો પણ વિચાર
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોર્ટ મોરિસને તાજેતરમાં કહ્યું કે તેમનો દેશ ચીન તરફથી લગાવાયેલા વિવાદિત કાયદાથી ચિંતિતિ હોંગકોંગના નાગરિકોને સુરક્ષિત આશરો આપવાની ઓફર કરવા વિચારી રહ્યો છે. તેના તાત્કાલિક પછીથી જ ચીનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી ઓસ્ટ્રેલિયાને ચીનના આંતરિક મામલામાં દખલ ન કરવા કહ્યું હતું. આ દરમિયાન તાઇવાને તેના નાગરિકોને કહ્યું કે જરૂરી ના હોય તો હોંગકોંગ જવાથી બચે.